STORYMIRROR

Kalpesh Solanki કલ્પ

Romance

4  

Kalpesh Solanki કલ્પ

Romance

ધ્યાનમાં રાખુ છું

ધ્યાનમાં રાખુ છું

1 min
82

હું ગઝલના આ નગરને બાનમાં રાખુ છું,

જે ગઝલ સર્જાય એ લોબાનમા રાખુ છું 


આભ નીચે જીંદગી જીવી જવાશે માટે, 

એક નાનુ ઘર પછી મેદાનમાં રાખુ છું 


પાનખર આવે કદી તો, આવકારૂ છું હું, 

સાથ છોડી જે ગયા છે, ધ્યાનમા રાખુ છું 


ને ઢળેલી રાખજો પાંપણ તમારી આજે, 

ફૂલની તલવાર છે, ને મ્યાનમા રાખુ છું 


છોડ માથાકૂટ આ તો રોજનુ છે દોસ્ત, 

તોય, મારી જાતને હું, ભાનમા રાખુ છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance