બન્યું છે
બન્યું છે
ખીલ્યું ફૂલ મહેકતું જીવન બન્યું છે,
પ્રયણનું વન રળિયામણું બન્યું છે,
સોનેરી દિવસની ગુલાબી સવારમાં,
કિરણોના અજવાસથી બન્યું છે,
ઉભરતી હૈયે જાણે પ્રેમની ઝખનાં,
તડપથી રાહોમાં આશથી બન્યું છે,
સ્નેહનાં તાંતણે બંધાઈ ગઈ છે પ્રીત,
આત્માનાં બંધનમાં દિલથી બન્યું છે,
સમર્પણ કરી છે ભાવેશ પ્રેમની દોર,
નાજુક હૈયામાં સેજલથી બન્યું છે.

