રૂંધાય છે
રૂંધાય છે
ક્યાંક શ્વાસ રૂંધાય છે, ક્યાંક હૈયું કંપાય છે,
જગતના જીવોમાં મરણની ઘડી ગણાય છે,
જીવદયા રાખનારા તનતોડ મહેનતે લડે છે,
શ્વાસની કિંમત લેતા લૂંટારા અહીં હણાય છે,
કાળા માથાનો માનવીમાં લાગણીઓ ખૂટી પડી છે,
કેટ કેટલાકના જીવોને હણી ખુદ ભરમાય છે,
નિરાધારનો આધાર છીનવાઈ રહ્યો છે જગમાં,
હે ! ઈશ્વર, ખુદા, દરબારમાં લોકો હવે જલકાય છે,
ચિંતાઓ સળગી ઊઠી છે, દુનિયામાં ઈમાનદારી ખૂટી,
વિષમાં તરબળી રહી છે, ત્યાં કોરોનાસુર મલકાય છે,
કૃષ્ણ, રામની પવિત્ર ભૂમિમાં મોતનો તાંડવઃ થાય છે,
ધર્મની શ્રદ્ધા ખૂટી છે, ત્યાં હવે ભેદભાવ પરખાય છે.

