STORYMIRROR

Sejal Ahir

Drama

3  

Sejal Ahir

Drama

કા'ન વિસરી ગયો

કા'ન વિસરી ગયો

1 min
148

ભીંજાણી રાધાની આંખડી કા'ન વિસરી ગયો,

હૈયે લાગ્યા પ્રીતના કોડને કા'ન ગોકુળ છોડી ગયો,

કેમ રે મનાવું મારું આયખું કા'નાની યાદ મૂકી ગયો...


પળભરની પ્રીત રાધાને કા'ના હૈયે લગાવી ગયો,

જમના તટે વાટુ જોતી એકલી મૂકી જતો રહ્યો,

ભીંજાણી રાધાની આંખડી કા'ન વિસરી ગયો...


ગોકુલ ત્યાગી ગોપીયુને માયા લગાડી ગયો,

ગોપીયુની મટકી ફોડનાર કા'નો પ્રેમ જગાડી ગયો,

ભીંજાણી રાધાની આંખડી કા'ન વિસરી ગયો....


વાંસળી વગાડતો કા'નો રાધાની યાદમાં રહી ગયો,

મથુરાની વાટે લાગે લાંબી કા'ન દ્વારકા વસી ગયો

ભીંજાણી રાધાની આંખડી કા'ન વિસરી ગયો...


સમણે કા'નો રોજ સતાવે મારી નિદ્રા હરી ગયો,

ન આવે નિદ્રા કા'ના ને જોવા મન તલ્લીન થઈ ગયું,

ભીંજાણી રાધાની આંખડી કા'ન વિસરી ગયો,


મોરલી પકડે આગણી કા'નો ધર્મ રક્ષા કાજે સુદર્શન પકડી ગયો,

યાદ આવે રાધાના મન કેરા મીતમાં રાજ કરી ગયો,

ભીંજાણી રાધાની આંખડી કા'ન વિસરી ગયો,


સૂની લાગે કા'ન વિનાની ગોકુળની શેરીઓ,

હૈયામાં પ્રેમ જગાડી ગયો સૌના દિલમાં રાજ કરી ગયો,

યાદ આવે કા'નને રાધાની આંખમાં આંસુ છલકાઈ ગયો,

ભીંજાણી રાધાની આંખડી કા'ન વિસરી ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama