STORYMIRROR

Sejal Ahir

Abstract

3  

Sejal Ahir

Abstract

શિક્ષક છું

શિક્ષક છું

1 min
194

જિંદગી માં શિક્ષા નો પાયો નાખનાર ઈશ્વર નો ફરિસતો છું,

આવ્યો છું દુનિયામાં સંસ્કારનો ઘડતર કરનાર શિક્ષક છું,


નાનકડી ડાળખીમાં અંકુરના બીજ નાખનાર માળી છું,

શિક્ષણમાં માતૃભાષાને ઉજાગર કરનાર શિક્ષક છું,


બાળકની કાલીઘેલી વાત ને સમજનાર હું એક માતા છું,

હજારો બાળકોની કારકિર્દી ઘડનાર શિક્ષક છું,


જિંદગીના કાયદા અને કાનૂન શીખવનાર એક વકીલ છું,

શિસ્ત અને સંસ્કારનો પાયો નાખનાર શિક્ષક છું,


માનવતાના એકતાનો સંદેશનો આપનાર નાગરિક છું,

જિંદગીના મૂલ્યો અને સહજતા શીખવાડનાર શિક્ષક છું,


નથી લોભ કે મોહ જિંદગીનો બસ જિંદગીની સફરનો ડ્રાઇવર છું,

બાળકની આંગળી પકડી દુનિયા છેડા સુધી મદદરૂપ શિક્ષક છું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract