વરસો વાદળ અનરાધાર
વરસો વાદળ અનરાધાર
પેલો મયૂર કરે ટહૂકાર વરસો વાદળ અનરાધાર,
જળતંગી બની પડકાર વરસો વાદળ અનરાધાર.
ખાલી થયા જળભંડાર; ચારેકોર પાણીના પોકાર,
ગ્રીષ્મ પરાકાષ્ઠા આચાર; વરસો વાદળ અનરાધાર.
પ્રતિક્ષા કરી રહ્યા કૃષિકાર; જળ છે જીવન આધાર,
પનઘટ સૂના ભાસે ભેંકાર; વરસો વાદળ અનરાધાર.
જળવિણ ત્રસ્ત હો સંસાર; પ્રસ્વેદ તનબદને પારાવાર,
માનવમુખે એક ઉચ્ચાર; વરસો વાદળ અનરાધાર.
દીસે ક્યાંક મૃગજળ આકાર; પશુ પક્ષીની તૃષા અપાર;
સૌ આપતા વર્ષાને આવકાર; વરસો વાદળ અનરાધાર.