મમ્મી એટલે
મમ્મી એટલે
ગુસ્સા સાથેનો પ્રેમ,
પ્રેમ સાથેનો ગુસ્સો,
મારી આંખના આંસુ
એની આંખમાં આંસુ,
મારા મોઢાનું હાસ્ય,
એના મોઢા પર હાસ્ય,
બોલીને તો સૌ કહે પ્રેમ છે,
નિભાવવામાં મા તો બસ એક તું,
હાલક ડોલક થતી નૈયા,
ને સુકાની એટલે તું,
વગર બોલે સમજે કે વાત શું છે,
એવી વ્યક્તિ એટલે તું,
નિ:સ્વાર્થ પ્રેમની માત્ર સાક્ષી
એટલે તું.