STORYMIRROR

Ishani A.

Romance

3  

Ishani A.

Romance

તમે

તમે

1 min
85

ક્યારેય કોઈના પ્રેમમાં પડ્યા છો તમે ? 

એનું નામ લેતાની સાથે શરમાયા છો તમે ? 


હાથની મહેંદીમાં એમનું નામ લખ્યું છે તમે ?

પ્રેમની વાતો કરવા રાત્રે જાગ્યા છો તમે ? 


દિલ તમારું આપી દર્દને પામ્યા છો તમે ? 

મંઝિલ સુધી પહોંચવા સાથે ચાલ્યા છો તમે ? 


રડતી ભલે આંખો કોઈ માટે હસ્યા છો તમે ? 

ખબર હોય એ નથી તમારા નસીબમાં છતાં,

એમને પામવા ઈશ પાસે હાથ જોડયા છે તમે ? 


નસીબ નસીબની વાત છે આ તો છતાં,

ક્યારેય એમનાં માટે ખુદાને કરગર્યા છો તમે ?


સાચું કહો પોતાના માટે કદી પણ જીવ્યા છો તમે ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance