તારાં આવવાની સાથે
તારાં આવવાની સાથે
જીવનની બધી બાદબાકી સરવાળામાં ફેરવાઈ ગઈ,
તારાં આવવાની સાથે...
વર્ષોથી ચાલતી હતી પાનખર જીવનમાં તે વસંતમાં ફેરવાઈ ગઈ,
તારાં આવવાની સાથે...
વેરાન દિલ હતું મારુ, ત્યાં જાણે હવે મહેફિલ થઈ ગઈ,
તારાં આવવાની સાથે,
વર્ષોથી અવિરત ચાલતી જિંદગીને હવે રાહત મળી,
તારાં આવવાની સાથે,
જિંદગીની સફરમાં હું એકલી નથી તેનો આભાસ થયો,
તારાં આવવાની સાથે.