પપ્પા, તમને કંઈ કહેવું છે
પપ્પા, તમને કંઈ કહેવું છે


આ દુનિયામાં પા.. પા પગલી કરાવવા માટે,
પપ્પા તમને થેંક યુ...
જીવનની મહાભારતમાં કૃષ્ણનો કિરદાર નિભાવવા માટે,
પપ્પા તમને થેંક યુ...
દીકરીને પણ પોતાના સપનાં સાકાર કરવાની પ્રેરણા આપવા માટે,
પપ્પા તમને થેંક યુ...
અમારા સુખ દુઃખમાં અમારો છાયો બનવા માટે,
પપ્પા તમને થેંક યુ...
બોલ્યા વગર ઘણું બધું આપવા માટે,
પપ્પા તમને થેંક યુ...
પોતાને ઘસી અમને ઉજળા કરવા માટે,
પપ્પા તમને થેંક યુ...
સમસ્યાનું નિવારણ શોધવાની પ્રેરણા આપવા માટે,
પપ્પા તમને થેંક યુ...
અમને આગળ ચાલતા કરી પાછળથી ટેકો બનવા માટે,
પપ્પા તમને થેંક યુ...
સંઘર્ષનાં દરિયામાં દીવાદાંડી બનવા બદલ,
પપ્પા તમને થેંક યુ...
અંતે...
આવું સરસ જીવન આપી અમારી શક્તિ બનવા માટે,
પપ્પા તમને થેંક યુ...