STORYMIRROR

Ishani A.

Romance

4  

Ishani A.

Romance

રંગોનો અટકચાળો

રંગોનો અટકચાળો

1 min
264

દરેક રંગથી રમી જોઈ ધુળેટી, 

પણ તારી પ્રીતનો રંગ તો સાવ નોખો.


લાવ ને, કરું નાનો શો અટકચાળો,

પણ તું જો સામે આપે એક મોકો.


તારી એક એક લટ રંગાયેલી,

પણ તારા ગાલ નો રંગ સાવ કોરો.


તારા ગાલ ને પણ કરું ગુલાબી,

તું આ ગુલાલ ને આપ એક મોકો.


શરમ થી હું તો થઈ પાણી પાણી,

હવે વાલમ, તમે અહી જ અટકો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance