શોધું છું
શોધું છું
આ ભાગદોડ ભરી જિંદગીમાં,
તારી સાથેની શાંતિભરી સાંજ શોધું છું,
આ નિ:શબ્દ બનેલ સંબંધમાં,
તારી સાથેનો મસ્તીભર્યો સંવાદ શોધું છું,
આ મોબાઈલના વાગતા રિંગટોનમાં,
તારા જ મેસેજની સતત રાહ જોઉ છું,
કેટલાય દિવસથી નથી થઈ કોઈ વાત,
તારી સાથેની બોલકી શુકુનભરી રાત શોધું છું.