Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ishani A.

Tragedy Others

3.6  

Ishani A.

Tragedy Others

મને મંજૂર નથી

મને મંજૂર નથી

1 min
86


આખું જીવન તારી સાથે વિતાવ્યું પણ,

હજી પિયર જવા તારી મંજૂરીની જરૂર,

આ વાત મને મંજૂર નથી.


મારી કોઈ પણ ભૂલ પર તું ગુસ્સો કરે,

અને તારી ભૂલને મારે ઇગ્નોર કરવાની,

આ વાત મને મંજૂર નથી. 


આખું જીવન તમારી સેવા કરવાની પણ,

મારા મમ્મી પપ્પાની ખબર પણ ના પૂછે,

આ વાત મને મંજૂર નથી.


રસોઈમાં મીઠું પડ્યું હોય વધારે ક્યારેક, 

પણ એ નાની વાત પર મને મારવી,

આ વાત મને મંજૂર નથી.


ઘર ઉપરાંત નોકરી કરું તો પણ,

ક્યારેય મારો ઉત્સાહ ના વધારવો,

આ વાત મને મંજૂર નથી.


પરણી ને તારી સાથે આવી તો પણ,

કાયમ પારકી જ ગણવી મને,

આ વાત મને મંજૂર નથી. 


જિંદગી આખી સાસરામાં વિતાવી પણ,

મરતી વખતે સાડી પિયરની ચડે,

આ વાત મને મંજૂર નથી. 


સ્ત્રી અને પુરુષ સંસાર રથનાં બે પૈડાં પણ,

મારા સ્વતંત્ર અસ્તિત્વ માટે રોજ લડવું,

આ વાત મને મંજૂર નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy