પપ્પા તમને કંઈ કહેવું છે
પપ્પા તમને કંઈ કહેવું છે
1 min
292
આ દુનિયામાં પા.. પા પગલી કરાવવા માટે
પપ્પા તમને થેંક યુ...
જીવનની મહાભારતમાં કૃષ્ણનો કિરદાર નિભાવવા માટે
પપ્પા તમને થેંક યુ...
દીકરીને પણ પોતાના સપનાં સાકાર કરવાની પ્રેરણા આપવા માટે
પપ્પા તમને થેંક યુ...
અમારા સુખ દુઃખમાં અમારો છાંયો બનવા માટે
પપ્પા તમને થેંક યુ...
બોલ્યા વગર ઘણું બધું આપવા માટે
પપ્પા તમને થેંક યુ...
વગર બોલ્યે અમરી ભાવના સમજવા માટે
પપ્પા તમને થેંક યુ.
