મને રોકે છે
મને રોકે છે

1 min

67
પાંખ ફેલાવીને ઊડવું છે ઊંચે આકાશે,
પણ ઘરનો જ ઉંબર મને રોકે છે.
આઝાદીનો સાચો અર્થ માણવો છે,
પણ સમાજનું નડતર મને રોકે છે,
શિક્ષણ પર છે મારો પણ હક,
પણ ભાઈનું ભણતર મને રોકે છે.
સપનાંઓ સાકાર કરવા છે મારે,
પણ આસપાસ દોરેલી લકીર મને રોકે છે.
આપવો છે લોકોને જડબાતોડ જવાબ,
પણ ઘરના જ સંસ્કાર મને રોકે છે.