Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

dhara joshi

Abstract Drama

4.0  

dhara joshi

Abstract Drama

માણસ કેવી એની માણસાઈ બતાવે !

માણસ કેવી એની માણસાઈ બતાવે !

1 min
291


પોતાના અવગુણ ના જોવે ને

બીજાનામાં અવગુણ શોધ્યા કરે

માણસ કેવી એની માણસાઈ બતાવે !


પોતે તો જાણે દરેક કલામાં પારંગત એમ

બીજાનામાં ખામી નીકાળ્યાં કરે

માણસ કેવી એની માણસાઈ બતાવે !


પોતાની દીકરીને માટે એ નહીં કરી શકે

એને નહીં ફાવે

અને વહુ ને તો તારી મમ્મીએ શું શીખવાડ્યું

માણસ કેવી એની માણસાઈ બતાવે !


પોતાના વખાણથી ઉભરાઈ જાય ને

બીજાના વખાણ સાંભળી જ ના શકે !

માણસ કેવી એની માણસાઈ બતાવે !


પોતે હોંશિયાર ને બીજાને કાંઈ આવડતું જ નથી

એમ આંગળી ચીંધ્યા કરે

માણસ કેવી એની માણસાઈ બતાવે !


સંબંધ બાંધવા મીઠાં મીઠાં બોલ બોલે

ને પછી અમે તો ક્યાં એવું કહ્યું જ હતું

એમ કહી

માણસ કેવી એની માણસાઈ બતાવે !


પોતે કાંઈ કર્યું નહીં જીવનમાં અને 

બીજાને સલાહ આપવા તૈયાર થઈ જાય

માણસ કેવી એની માણસાઈ બતાવે !


દરેક કામ કોઈ સ્વાર્થથી કરે ને

અને આતો તમને આપણા ગણું એટલે એમ કહે 

માણસ કેવી એની માણસાઈ બતાવે છે !


કામ કરાવવા મીઠું મીઠું બોલે ને

આપણા કામે ક્યાં નજર જ ના આવે

માણસ કેવી એની માણસાઈ બતાવે !


પોતાની સફળતાની ચર્ચા ચારેકોર કરાવે

અને બીજાની સફળતા જોઈ ના જાય

માણસ કેવી એની માણસાઈ બતાવે !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract