STORYMIRROR

dhara joshi

Others

4  

dhara joshi

Others

ગામડાંની મજા.

ગામડાંની મજા.

1 min
194

શું વાત કરું ગામડામાં રહેવાની મજાની !

એ રાત્રે ખાટલા પર ખુલ્લાં આકાશનીચે સુવાની મજા,

સવારે સાંભળતાં પ્રભાતિયાં સાથે ઉઠવાની મજા,

આખા તાજા દૂધની ચા પિવાની મજા.


બપોરનો બાજરીનો રોટલો ને કઢી જમવાની મજા,

વલોણાની છાશ પીવાની મજા,

ઉનાળાની ઋતુ મિત્રો સાથે,

થોલડીના ઝાડ પર ચડી પીલું તોડવા જવાની મજા.


રેતીના ઢગલામાં રમવાની મજા,

ફાળીયા બાંધી હુકો પીતાં મૂછે તાવ દેતાં,

દાદાઓની વાત સાંભરવાની મજા,

દાદી પાસે પૌરાણિક વાર્તાઓ સાંભરવાની મજા.


ખેતરે ટેહેરવા જવાની મજા,

બોરના પાણી એ નાવાની મજા,

બળદ ગાડામાં બેસવાની મજા,

લીમડે બાંધેલ ઊંધા ખાટલાનાં હીંચકે ઝૂલવાની મજા.


સાંજે પોત પોતાનાં વાડા તરફ પાછા ફરતાં,

ગાયો ભેંસોના ગળે બાંધેલ ઘૂઘરાનો,

ગમકાર સાંભરવાની મજા,

શું વાત કરું ગામડામાં રહેવાની મજાની.


Rate this content
Log in