STORYMIRROR

dhara joshi

Drama Inspirational

4  

dhara joshi

Drama Inspirational

બસ, આમ જ કરું છું

બસ, આમ જ કરું છું

1 min
269

સપનાંને પૂરા કરવા ચાહું છું,

અને એમાં સમય લાગશે એમ માનું છું,


એટલે પોતાની આકાંક્ષાની યાદીને લખું છું

જ્યારે સમય મળે ત્યારે વાંચું છું,


એને હાંસિલ કરવાંનો માર્ગ ગોતું છું

એ રસ્તે ચાલવા તનતોડ મહેનત કરું છું,


એનાં માટે કેટલીય ઈચ્છાઓને ત્યાગું છું

આજની મહેનત કાલ રંગ લાવશે એ જ અપેક્ષા રાખું છું,


પોતાની સફળતાના દિવસે સપનાં સેવું છું

રોજ નવી એક ઉમ્મીદ જોડું છું,


હતાશાની છાયા છોડું છું

રોજ નવી તાજગી સાથે શરૂઆત કરું છું,

પોતાના અભિપ્રેરણાની ગુરુ ખુદ જ બનું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama