Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

dhara joshi

Abstract Inspirational Others

4.0  

dhara joshi

Abstract Inspirational Others

પણ આવડે - 2

પણ આવડે - 2

1 min
267


કોઈ સમજે કે ના સમજે 

ત્યાગની મૂર્તિને દરેકને સમજતાં આવડે,


પોતાની ભૂલને સહજભાવે સ્વીકારતાં પણ આવડે

બીજાની ભૂલને નજરઅંદાજ કરતાં પણ આવડે,


પોતાનાં ગુસ્સા ને કંટ્રોલ કરતા પણ આવડે

બીજાના ગુસ્સા ને હેન્ડલ કરતાં પણ આવડે,


પોતાની મૂંઝવણમાં શાંત રહેતાં પણ આવડે

બીજાની મૂંઝવણને સમજતાં પણ આવડે,


કોઈ સમજે કે ના સમજે

એક સ્રીને તો દરેકને સમજતાં આવડે,


પોતાનો ભાવ વ્યકત કરતાં પણ આવડે

બીજાની ભાવનાને સમજતાં પણ આવડે,


ગમતું કરતા પણ આવડે

અને જરૂર પડે તો છોડતાં પણ આવડે,


આકાંક્ષાઓ બાંધતા પણ આવડે

આશાઓ પર જીવતા પણ આવડે,


કોઈ સમજે કે ના સમજે

એક સ્રીને તો દરેકને સમજતાં આવડે,


દુઃખમાં હસતાં પણ આવડે

સુખમાં નમતા પણ આવડે,


જીવનની ભરતી કે ઓટમાં સ્થિર રહેતાં પણ આવડે

જરૂર પડે ત્યાં પોતાની જાતને ઘસાઈને બીજાને ચમકાવતાં પણ આવડે,


જીવનનાં અનુભવ પરથી શીખતાં પણ આવડે

બીજાને અનુભવનો લાભ આપતાં પણ આવડે,


કોઈ સમજે કે ના સમજે

એક નારીને તો દરેક સમજતાં આવડે,


કાંટા જેવાં શબ્દોને હૃદયમાં ખૂપતા રોકતાં પણ આવડે

બીજાને માટે ફૂલોનો વરસાદ કરતાં પણ આવડે,


સારી યાદો વાગોળતાં પણ આવડે

નવી યાદો બનાવતાં પણ આવડે


ખરાબ વ્યવહારને ડીલીટ કરતાં પણ આવડે

સારાં વ્યવહારને કોપી પેસ્ટ કરતાં પણ આવડે,

 

કોઈ સમજે કે ના સમજે

ત્યાગની મૂર્તિને દરેકને સમજતાં આવડે,


નવાં સંબંધની માળા બનાવતાં પણ આવડે

સંબંધમાં પડેલ ગાંઠને દૂર કરતાં પણ આવડે,


પોતાનું સર્વસ્વ ત્યાગતાં પણ આવડે

પોતાનાં હક માટે લડતાં પણ આવડે,


કોઈ સમજે કે ના સમજે

નારીને તો દરેકને સમજતાં આવડે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract