ચાલ ને ,બહાર તો આવ...
ચાલ ને ,બહાર તો આવ...
જોને આકાશ ગનગોર કાળા વાદળાંથી છવાયું ગયું છે,
એને નિહારવા ચાલને બહાર તો આવ,
મોરલાને સાંભરને કેટકેટલાં ટહુકા કરી વરસાદને બોલાવે,
ચાલને એને સાંભરવા બહાર તો આવ.
વીજળી એના આછાં ચમકારા કરવા લાગી,
એની ઝગમગ જોવા ચાલને બહાર તો આવ,
એની સાથે લાઈટ જવાની સંભાવના વધવા લાગી,
તો હવે ચાલને બહાર તો આવ.
દેડકા ટ્રાવ ટ્રાવ કરી વર્ષાને આવતાં વધાવે છે,
તો એના આગમનને માણવા ચાલને બહાર તો આવ,
બધાં પોતાને યોગ્ય સુરક્ષીત જગ્યાએ પહોંચવા ઉતાવળ કરવા લાગ્યા છે,
એમનાં પગરવની ખનક જોવા ચાલને બહાર તો આવ.
નાના ખલાસીઓ કાગળની હોડીઓ બનાવવાની તૈયારી કરવા લાગ્યા,
એમની પોત પોતાની હોડીઓ હકારવાની આતુરતા નિહારવા, ચાલને બહાર તો આવ.
જો વરસાદના થોડાક ટીપાં મારી પર પડ્યા,
વર્ષારાણી આવી ગયાઆપણાં આંગણે, ચાલને બહાર આવ.
વરસાદની ધારામાં પોતાના તન અને મનને ભીંજવવા,
ચાલને બહાર તો આવ,
પાણી ભરાયેલ ખાબોચિયાંમાં છબ છબભિયા કરવા,
ચાલને બહાર તો આવ.
અરે કાંઈ નહીં તો આ મેઘધનુષ પટનો નજારો જોવા,
ચાલને બહાર તો આવ,
ક્યાં સુધી જિંદગીમાં કૌશલની ધારામાં જ વહ્યાં કરીશ,
આ મસ્ત ૠતુમાં પ્રેમની ધારામાં ભીંજવવા,
ચાલને બહાર તો આવ.

