ગઝલવરસાદમાં
ગઝલવરસાદમાં
ભીંજાવું છે આપણે ચોધાર વરસાદમાં
આપીશને તું મને સંગાથ વરસાદમાં,
છત્રી ભૂલીને બજારે આવજે આજ તું
રાખીશ ના કોઈ પણ આધાર વરસાદમાં,
કાદવ કિચડ ના બહાના ક્યાં નડે આજ તો
લાવીશ ના ઝાપટું ઉધાર વરસાદમાં,
એ ઓઢણી પ્રેમથી તરબોળ હરખાય છે
પાડીશ ના ભાત કે આકાર વરસાદમાં,
ફેલાઈ ફોરમ નભે જો ચોતરફ પ્રેમની
આજે તું પણ મૌનને લાચાર વરસાદમાં.

