તારી વિશેષતા
તારી વિશેષતા
પ્રેમમાં સાદગી એ વિશિષ્ટ વિશેષતા છે,
પ્રેમમાં પૂર્ણ રીતે પામવું તારી વિશેષતા છે,
ના કરે જરાય શૃંગારનો અતિરેક શરીરે તોય,
તારા રૂપવૈભવનું છલકવું તારી વિશેષતા છે,
પ્રેમમાં હોય છે હળવાશની પળો માત્ર,
દૂર રહીને પણ ચાહવું તારી વિશેષતા છે,
મળે છે સાથ નસીબથી અહીં ધરા પર,
'સંતૃપ્ત' મનથી ચાહવું તારી વિશેષતા છે.

