પથ્થરો પણ પીગળતા થયા
પથ્થરો પણ પીગળતા થયા
જોઈ તારું અદ્ભૂત રૂપ આ પથ્થરો પણ પીગળતા થઈ ગયા,
તારા હૂંફાળા સ્પર્શે આ શબ જેવા હૈયા પણ ધડકતા થઈ ગયા,
જોઈ તારું મખમલી રૂપાળું મુખડું,
આ આભનાં સિતારા પણ ઈર્ષ્યા કરતા થઈ ગયા,
જોઈ તારું નુરાની સુંદર મુખડું,
આ શાંત મોજા પણ ઉછળતા થઈ ગયા,
શબ્દોથી મારી કોઈ ઓળખાણ નહોતી,
પણ જોઈ તારું અદ્ભૂત રૂપ,આ હૈયાના ધબકાર શાયરી સર્જતા થઈ ગયા,
મેનકા જેવું તારું અદ્ભૂત રૂપ લાવણ્યથી વશીકરણ થઈ,
મારા ચરણ તારી આસપાસ ફરતા થઈ ગયા,
મૃગનયની જેવી તારી આંખોમાં ડૂબ્યું મારું હૈયું ને,
તને મળવા મારા નયન તારા પર મરતા થઈ ગયા.

