જિંદગી જાણે જન્નત થઈ ગઈ
જિંદગી જાણે જન્નત થઈ ગઈ
શબ્દોનો ખજાનો મોકલ્યો તે અને,
હું જાણે ધનવાન થઈ ગઈ,
તારો એક એક શબ્દ મારા માટે એક એક ડોલર છે,
તારા થકી હું તો સૌથી ધનવાન થઈ ગઈ,
મળી તારા પ્રેમની દોલત અને ફરી હું,
તો માલામાલ થઈ ગઈ,
પાનખર જેવી જિંદગીમાં આપ્યું તે ફૂલોભર્યું ઉપવન,
તારા સંગાથે મારી જિંદગી મહેકી ગઈ,
સાવ સૂકાભઠ્ઠ રણ જેવી હતી આ જિંદગાની,
મળી તારી વ્હાલની વર્ષા ને હૃદયની ધરા લીલીછમ થઈ ગઈ,
પત્ર થકી મળ્યો તારો વ્હાલનો ખજાનો,
જાણે હું તો ગુલે ગુલઝાર થઈ ગઈ,
તારા પ્રેમ થકી જાણે આ સૂકી ધરા,
ફૂલો ભરેલો બાગ થઈ ગઈ,
સાવ મરેલા શબ જેવું હતું આ શરીર,
જાણે શબ્દોરૂપી પ્રાણવાયુથી ફરી જીવંત થઈ ગઈ,
તારા વ્હાલભર્યા શબ્દોથી જાણે ! આ જિંદગી જન્નત થઈ ગઈ.

