STORYMIRROR

Sanjay Prajapati

Inspirational

4  

Sanjay Prajapati

Inspirational

ગણેશ વંદના

ગણેશ વંદના

1 min
313

ગરવા ગણેશના ચરણોમાં શીશ ઝુકાવું રે,

કંકુ કેસરનું તિલક કરીને ભાલ સોહાવું રે,


રિધ્ધિસિધ્ધિના સ્વામીને ચમર ઢોળાવું રે,

મૂષકસવાર ગણેશજીને પ્રેમે પાય લાગું રે,


રકતામ્બર, આભૂષણોથી દાદાને સજાવું રે,

માથે મુગટ સુવર્ણજડિત દાદાને પહેરાવું રે,


મોદક અને ચુરમા લાડુના નૈવેદ્ય ધરાવું રે,

પેંડા, બરફી, હલવાસનનો થાળ ધરાવું રે,


કાર્તિકેયના ભ્રાતા ગુણલા નિત્ય ગાવું રે, 

પાર્વતીના દુલારા જગમાં સ્થાન અનેરું રે,


શિવજીના જાયા શુભપ્રસંગે તમને સમરું રે,

વિઘ્નહર્તા ગણેશજીની સ્તુતિ વંદના કરું રે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational