Beena Desai

Inspirational

4.0  

Beena Desai

Inspirational

કરામત

કરામત

1 min
282


લાગણીભીના હૃદયના બોલની કરામત એવી

શત્રુ બને મિત્ર પળભરમાં જય મનડું ભીંજવી,


 ભાષા માસૂમની કાલીધેલી બોલી

હસતા રમતા દિલડા સહુના લે લૂંટી,


રસોઈ મા ના હાથની અજબ કારીગરી

સીધી ઉતરે દિલમાં ના આવે તોલે કોઈ,


પ્રથમ નજરે ચિત્તડું ચોરે કળા અનોખી

શરમથી નજરૂ ઢળે, દિલ હારે ગોરી,


મધુર સૂરોની સરગમ બની કુદરતની વાણી

ભેદી સીમાડા કરે એક માનવને માનવથી.


Rate this content
Log in