STORYMIRROR

Beena Desai

Inspirational

3  

Beena Desai

Inspirational

અભિપ્સા

અભિપ્સા

1 min
144

માપી લેવો છે દરિયાને મીન બનીને

ગોતી લેવી છે ચમક તારલાની છીપમાં મોતી બનીને


આલિંગવા છે કિનારા ભરતીના મોજા બનીને

ખીલવવા છે સંધ્યા રંગોને ક્ષિતિજ બનીને


તરી લેવું છે મહેકતી હવામાં પક્ષી બનીને

ઝૂમી જવું છે બહેકતા પવનમાં પાન ડાળી બનીને


આમંત્રવા છે કાળા ધેરા વાદળોને પર્વત બનીને

લપાવવા છે ગગન ચૂમતાં પર્વતોને ધુમ્મસ બનીને


હસાવવા છે પર્વતોને ઝરણાં બનીને 

ઝીલવા છે મેઘ સૃષ્ટિ મલકાવવા અવની બનીને 


રમવો છે આંધળો પાટો સૂરજ સંગે અભેદ જંગલ બનીને 

પોઢાડવી છે રાત્રિને ભોરનું કિરણ ઝીલતા ઝાકળ બનીને.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational