સ્નેહ
સ્નેહ


નિત્ય અફળાય સાગરના મોજા પથ્થરો સંગ
છે કાંઈ અહેસાસ પેલા હૃદયહીન પથ્થરોને ?
આશાઓ, તરંગો તૂટીને વેરવિખેર થાય મોજાની
છતાંય તૂટતી નથી ભ્રાંતિ મોજાઓની
ફરી ઉછળીને અફળાય નવી તરંગ, આશા, જોશ સંગ
ક્ષણિક રહેશે ભીનાશ જડ, અબોલ પથ્થરો પાસે
ભીંજવવા મૂંગા પથ્થરોને દોટ મૂકે ઉત્સાહી મોજા
કદર નથી પથ્થરોને સ્નેહ વરસાવતા ધસમસતા મોજાની
નથી ફરિયાદ મોજાને અબોલ પથ્થરોની
નથી ફરિયાદ પથ્થરો ને પાછા વળતા મોજાઓની
બેઉએ સ્વીકાર્યો છે કુદરતનો નિયમ
બેઉને જાણ છે એકબીજાના સ્વભાવની
અધૂરું છે અસ્તિત્વ એકબીજા વગર
માટે જ લાગે છે ચિત્ર આ સંપૂર્ણ !