હું અને ઝરૂખો
હું અને ઝરૂખો

1 min

430
જીવનની ઘટમાળમાં જીવું મનોબળથી હું
જોઉં ઉંચા પર્વતો અડગ ઝરૂખેથી હું
ખંખેરું નારાજી જેમ પાનખરના પર્ણો
તેડાવું ખિલતાં વસંતને ઝરૂખેથી હું
ચકલી માળો બાંધતી ન ડર મળે ના ચિંતા
સાહસ ગીતો ચ્હેકું મોજીલા ઝરૂખેથી હું
વરસાવે છે હેતહેલી પ્હેલવેલી અંબર
ભીંજાઈ સંવેદના અને ઝરૂખેથી હું
છબછબિયા કરતા રમે છે બાળકો ઉલ્લાસે
બેસી પૈડાગાડીમાં ઉડુ ઝરૂખેથી હું