મનગમતું
મનગમતું


મનગમતું ગગને પહેર્યું નવું મેઘધનુ
વર્ષાઋતુની મહેર સૌને ગમે
સૌંદર્ય નીતરી લીલી વસુંધરા
અલબેલી ઋતુરાણી સૌને ગમે
કળા કરતા મોરની તાતાથૈથૈ
મેહુલની રમઝટ સૌને ગમે
મીઠા તબલા સંગ સારંગી વાગે
અષાઢી જુગલબંધી સૌને ગમે
ઝૂલે ઝૂલતા રાધાકૃષ્ણની જોડી
શ્રાવણિયાનો રાસલો સૌને ગમે
પતંગિયાની જાન ખુશખુશાલ
ધોધમાર વરસાદ સૌને ગમે
કરૂણા, પ્રેમ, શાંતિના ગુણ ખીલે
જતન સર્વ જીવોનું સૌને ગમે.