દરિયા કાંઠે
દરિયા કાંઠે


માનવ મેળા ઘણાં મળે,
હરખાતા હર ચહેરા મળે
દરિયા કાંઠે દિલ ઝૂમે
પગ પલળતા ગીત સ્ફૂરે....
શિશુ રમે લઈ પવનચકરડી,
મુઠ્ઠી ભરી ખુશીઓ ઈન્દ્ર ધનુષી,
ચકડોળે જઈ ઉમંગ ઊછળે,
પળભરમાં અડી આવે નભને;
માસૂમ ને ન આડંબર નડે,
રેતીના મહેલે સપના મ્હાલે,
મળ્યો મોટો ખજાનો જાણે,
શંખ છીપલાં એમ લૂંટે,
દરિયા કાંઠે દિલ ઝૂમે
પગ પલળતા ગીત સ્ફૂરે.