STORYMIRROR

Vrajlal Sapovadia

Inspirational Children

4  

Vrajlal Sapovadia

Inspirational Children

વિદ્યા

વિદ્યા

1 min
85

મુક્તિ અપાવે તે વિદ્યા 

સમાજોત્કર્ષ કરે વિદ્યા 

વિદ્યા વિનયથી શોભે 

વિદ્યા દેખી દુષણ થોભે,


હાર્દ વૈજ્ઞાનિક અભિગમ 

વિદ્યાથી જીવન સુગમ 

વિદ્યા રોકે વિનાશ 

અંધશ્રદ્ધાનો કરે નાશ,


જ્ઞાન કૌશલ્યમાં વૃદ્ધિ 

વિચારોમાં અભિવૃદ્ધિ 

ન્યાય અપાવે તે વિદ્યા 

સત્યનો પક્ષ લે વિદ્યા,


નબળાને સબળો બનાવે 

વિદ્યા દુશ્મનને મનાવે 

સમજતાં શીખવે તથ્ય 

ભેદ પારખે સત્ય અસત્ય,


દરેકના વિચાર સમજે 

સમાવે હર સમસ્યા સમાજે 

સ્વતંત્ર સારા વિચાર હર ક્ષણ 

સચોટ બારીક નિરીક્ષણ,


મુક્તિ અપાવે તે વિદ્યા 

દુઃખ અસતથી મુક્તિ એજ વિદ્યા 

વિદ્યા અપાવે ભેદભાવથી મુક્તિ 

શીખવે સમરસ બનવાની યુક્તિ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational