STORYMIRROR

Vrajlal Sapovadia

Children Stories Inspirational Thriller

4  

Vrajlal Sapovadia

Children Stories Inspirational Thriller

કપાસનું રૂપેરી વૈભવ

કપાસનું રૂપેરી વૈભવ

1 min
0

કપાસનું રૂપેરી વૈભવ

વાઈકુ માળા — સૌરાષ્ટ્રની ધરતી

૧. સીમનું સૌંદર્ય

શ્યામલી સીમ
લીલાં પર્ણ લચકે
જીંડવાં ધીરે ખીલે
કપાસ ખીલે

૨. વાયુનું વિધાન

ઉત્તર વાયુ
દિવસે વાયુ વહે
રાતે દક્ષિણ વાયુ
ઝાકળ ઝરે

૩. ઝાકળનું સૌંદર્ય

ઝાકળ બિંદુ
પર્ણો પર ઝાકળ
મંદ સમીર વહે
ધરતી હસે

૪. પ્રકૃતિનું સંગીત

ભમરા ગુંજે
મધુ સુગંધ વહે
કોકિલ કંઠે ગાય
વન હરખે

૫. વર્ષાનું આગમન

મેઘો ઘેરાય
ધરતી જળ માગે
મેઘધારા વરસે
અંકુર ફૂટે

૬. ચંદ્રનું ચાંદણું

ચાંદની રાત
ચંદ્રકિરણ ઝરે
શ્વેત રૂ રૂપ ધરે
રૂ ઝળહળે

૭. ધરતીનું ઋણ

ખેડૂત હસે
શ્રમનું ફળ મીઠું
ધરતી દૂધે ન્હાય
ખેડૂત સુખી


સામગ્રીને રેટ આપો
લોગિન