STORYMIRROR

Vrajlal Sapovadia

Children Stories Comedy Drama

4  

Vrajlal Sapovadia

Children Stories Comedy Drama

મોબાઈલને લાગ્યો માણસનો ચેપ

મોબાઈલને લાગ્યો માણસનો ચેપ

1 min
4

વાઇકુ (5-7-7-5)


ગણગણતો 

મચ્છર કરડ્યો કાને

થયો મેલેરિયા મને

ટાઢિયો તાવ


બણબણતો 

જઈ મોબાઈલને 

કરડ્યો સ્ક્રીન પર

થયો માનવ 


લક્ષણો જોતા 

મોબાઈલ માંદો ને

કરે લવારા જાણે 

સાચે માણસ


થઈને ગુસ્સે 

પાડી બરાડા જોરે 

ધમકાવ્યો મને એવો

સ્તબ્ધ થયો


ફોન આવતા 

લટકા કરી બોલ્યો

સામે રૂપાળી કન્યા

આઈ લવ યુ


પછીનો ફોન 

ડોસીમાનો જોઈને 

જાતે જ  સ્વીચ ઓફ 

બહુ બીઝી છું



  

 


સામગ્રીને રેટ આપો
લોગિન