STORYMIRROR

Vrajlal Sapovadia

Children Stories Classics Children

4  

Vrajlal Sapovadia

Children Stories Classics Children

ગુરુ (બૃહસ્પતિ: એક તારા જેવડો ગ્રહ )

ગુરુ (બૃહસ્પતિ: એક તારા જેવડો ગ્રહ )

2 mins
5

ગુરુ (બૃહસ્પતિ)

(અનુષ્ટુપ્ છંદ, પછી લોકઢાળ)

બૃહસ્પતિં નમસ્કૃત્ય
મહાકાયં સુરગુરુમ્
ગ્રહાણાં રાજતે શ્રેષ્ઠો
પીતવર્ણઃ સુબુદ્ધિદઃ

વાયુપિંડો મહાકાયઃ
દશહોરાભિરાવર્તઃ
રક્તબિંદુમહાવાત્યા
શતાબ્દીભિઃ પ્રવર્તતે


ગુરુનું સ્વરૂપ

સૌથી મોટો ગ્રહ ગુરુ, પૃથ્વી તેર સો એકવીસ સમાય,
બીજા બધા ગ્રહ ભેગા, તોય દળમાં પહોંચી ન જાય.

હાઇડ્રોજન ને હિલિયમ, વાયુનો વિશાળ ભંડાર,
પૃથ્વી જેવી ધરતી નહીં, દબાણનો અજબ વિસ્તાર.

પૃથ્વી કરતાં ઘનતા ઓછી, દળમાં ભારે ભાઈ,
વાયુનો આ મહાકાય પિંડ, સૌરમંડળમાં છવાઈ.

બાર વરસે ફેરો પૂરો, સૂર્યની પ્રદક્ષિણા થાય,
દસ કલાકમાં દિવસ પૂરો, ધરી પર ઝડપે ઘૂમાય.

સૂર્યનું ઘનફળ ગુરુથી હજાર ગણું થાય,
ગુરુ સૂર્ય ન બની શક્યો, દળ ઓછું રહી જાય.

ગુરુનું કુટુંબ

આયો, યુરોપા, ગેનિમીડ, કૅલિસ્ટો ચાર ખાસ,
ગેલિલિયોના નિરીક્ષણથી મળ્યો એમનો પ્રકાશ.

આયો પર જ્વાળામુખી ધગધગે, લાવાનો ખેલ અપાર,
યુરોપાના બરફ તળે સાગર હોવાની સંભાવના સાર.

ગેનિમીડ સૌથી મોટો ચંદ્ર, બુધથી પણ મોટો થાય,
કૅલિસ્ટોના ખાડા જૂની કથા, ઉલ્કાના ઘા બતાય.

ઝાઝા બાળ, શ્રદ્ધા ના રતીભાર કુટુંબ નિયોજને,
ગુરુના ચંદ્રો વધતા જાય, ગણતરી પડે સંશોધને.

ચંદ્રો અનેક, છતાં દરેકનું પોતાનું સ્થાન,
કોઈ બરફથી ઢંકાયેલો, કોઈમાં જ્વાળાનો તાણ.

લાલ ડાઘ ગુરુના ગાલે, વંટોળનો વિસ્તાર,
સદીઓથી ચાલતું તોફાન, પ્રકૃતિનો ચમત્કાર.

ગુરુ અને માનવજ્ઞાન

રાતના આભમાં તેજસ્વી દેખાય, તારો નથી એ જાણ,
નરી આંખે ઓળખી શકાય, દૂરબીન વધારે જ્ઞાન.

ગેલિલિયોએ ચંદ્રો જોયા, સોળસો દસના સાલ,
પૃથ્વી કેન્દ્ર નથી બ્રહ્માંડનું, બદલાયો વિચારનો તાલ.

ગુરુના ગુરુત્વાકર્ષણથી અવકાશયાન વળાંક લે,
દૂરના ગ્રહની યાત્રામાં ગતિની નવી દિશા દે.

ગુરુવાર શુભ કે અશુભ, માન્યતા અનેક પ્રકાર,
ગ્રહની ગતિથી ભાગ્ય નક્કી? પુરાવો માગે વિજ્ઞાન.

જ્યોતિષની માન્યતા જુદી, ખગોળની રીત જુદી,
નિરીક્ષણ, માપ ને પરીક્ષણથી સત્યની કસોટી થતી.

અંતરિક્ષના આ મહાકાયથી પ્રશ્નો ઊભા થાય,
જિજ્ઞાસા, સંશોધન, વિજ્ઞાનથી જ્ઞાન વધતું જાય.



સામગ્રીને રેટ આપો
લોગિન