STORYMIRROR

Vrajlal Sapovadia

Children Stories Comedy Drama

4  

Vrajlal Sapovadia

Children Stories Comedy Drama

ચેપ લાગ્યો મોબાઇલને માનવનો

ચેપ લાગ્યો મોબાઇલને માનવનો

1 min
5


ચેપ લાગ્યો મોબાઇલને માનવનો  


માર્યો મને મચ્છરે ડંખ , ને  થયો બીમાર,

હું  કરડ્યો મોબાઇલને, લેવા વેર અપાર!

મચ્છરથી રોગી થયો, મોબાઇલ માનવતાથી,

ક્ષણમાં ફેલાઈ મહામારી, અવગુણ વત્તા થી 

માનવે મોબાઇલમાં, માનવદોષ ભર્યા,
ક્રોધ, લોભ ને ઈર્ષ્યાના, સંસ્કાર ધર્યા!

સુંદર મુખ દેખાય તો, કેમેરા મંત્રમુગ્ધ,
રૂપ ન ગમે તો લેન્સ પણ, થઈ જાય નિરુત્સુક!

સ્વાદિષ્ટ થાળ જોઈને, સ્ક્રીનમાંથી લાળ,
ખાઈ શકે નહિ છતાંયે, જીભ વગરનો હાલ!

પ્રેમ થયો પરમોબાઇલથી, બ્લૂટૂથ થયું બેભાન,
બીજો જોડાણ જોઈને, ઈર્ષ્યાગ્નિ પ્રજ્વલિત પ્રાણ!

સગાનો એપ હોય તો, પ્રોસેસર મહાન,
લાંચ મળે તો સિક્યોરિટી, કરે નમસ્કાર પ્રણામ!

લાઈક ઘટે તો શોક કરે, વધે તો અહંકાર,
માનવ જેવો મોબાઇલ થયો—કોણ કરે ઉપકાર?

માનવે યંત્રને પૂછ્યું: “શું શીખ્યો સંસાર?”
યંત્ર કહે: “માનવ બનવું—સૌથી મોટો વ્યાપાર!”


સામગ્રીને રેટ આપો
લોગિન