જીંડવા માંથી શ્વેત સર્જન
જીંડવા માંથી શ્વેત સર્જન
જીંડવા માંથી શ્વેત સર્જન
વાઈકુ માળા
૧. કળીનો જન્મ
લીલાં પર્ણે કળી
સૂર્યકિરણ પામે
નાનું પુષ્પ ખીલે
રંગ છલકાય
૨. ફૂલનું રૂપાંતર
પુષ્પ વિદાય લે
જીંડું ધીરે બંધાય
ગર્ભે બીજ વિકસે
નવું સર્જન
૩. અદૃશ્ય વિકાસ
સવારે વધે
સાંજે વિકાસ થાય
રાત્રે વૃદ્ધિ ચાલે
કોણે જાણ્યું
૪. સમયનું રહસ્ય
આજે જે હતું
કાલે તેવું જ લાગે
દિન પછી દિન જાય
રૂપ બદલાય
૫. રેસાનું સર્જન
બીજની આસપાસ
સૂક્ષ્મ તંતુ વિકસે
શ્વેત રૂ આકાર લે
જીંડું ભરાય
૬. પરિપક્વતા
જીંડું પાકે છે
સૂકી છાલ ફાટી
શ્વેત રૂ બહાર આવે
ધરતી હસે
૭. પ્રકૃતિનું દાન
નાનકડું જીંડું
શ્વેત વૈભવ ધરે
મૌન સર્જન ફળે
પ્રકૃતિ દાન
૮. જીવનદર્શન
ધીમે જે વધે
નજરે કદી ન પડે
સમય સાક્ષી બને
સર્જન પ્રગટે
૯. અંતિમ સંદેશ
કળીથી કપાસ
યાત્રા કેટલી લાંબી
મૌન પરિશ્રમનું ફળ
શ્વેત પ્રસાદ
