STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Abstract

3  

Dhanjibhai gadhiya "murali"

Abstract

મુજને ગમતું નથી

મુજને ગમતું નથી

1 min
213

આવ મારી છેલ છબીલી,

તુંં છો મારા મનની માનેલી,

તારા વિના હવે મુજને ગમતુંં નથી.


રસ્તામાં સામે મળે તો, મુખ ફેરવે શાને ?

મારા કોમળ દિલમાં, ડંખ લાગે છે ભારે.

તારી અદા છે મસ્તાની,

તું છો મારા દિલની રાણી,

તારા વિના હવે મુજને ગમતુંં નથી.


તને ચાહું છું હું, તન અને મનથી,

દિલની ધડકનનો તાલ, મેળવું છું પ્રેમથી.

સુંદર સૂરત દેખાડ તારી,

ન કર હવે તું મનમાની,

તારા વિના હવે મુજને ગમતુંં નથી.


તું આવે તો દિલના, આસને બેસાડું,

પ્રેમનો તરાનો ગાઈને, તુજને હું ઝૂલાવું.

"મુરલી" મધુર સાંભળ મારી.

હું રેલાવું સરગમ ન્યારી,

તારા વિના હવે મુજને ગમતુંં નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract