હું કેવો છું?
હું કેવો છું?
હું એકલો કદી રહેતો નથી,
હું સૌની હમેશા સાથે રહેનારો છું.
હું નફરતથી કદી કરતો નથી,
હું નફરતને પ્રેમમાં બદલનારો છું.
હું જુલ્મ-સિતમ કદી કરતો નથી,
હું માનવતાની ધારા વહાવનારો છું.
હું ભયંકર આગથી ડરતો નથી,
હું બરફોના પહાડોમાં રહેનારો છું.
હું પાનખર કદી સહન કરતો નથી,
હું પાનખરમાં વસંત લહેરાવનારો છું.
હું પ્રેમમાં કદી દગો કરતો નથી,
હું પ્રેમનો વરસતો મેધ મલ્હાર છું.
હું શોક કદી સહન કરતો નથી,
હું "મુરલી" ધૂનમાં મસ્ત રહેનારો છું.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)
