હું તો હું છું
હું તો હું છું
હું જુઠ્ઠું બોલતો નથી,
હું જઠ્ઠું સહેતો પણ નથી,
સત્ય હકિકત લોકો સામે લાવીને હું,
સૌનું દિલ જીતી લઉં છું.
હું બુરાઈ કરતો નથી,
હું બુરાઈ સહેતો પણ નથી,
બુરા લોકોની આદતો સુધારીને હું,
જીંદગી જીવવાનો માર્ગ દેખાડું છું.
હું ઘમંડ કરતો નથી,
હું ઘમંડ સહેતો પણ નથી,
ઘમંડીઓની શાન ઠેકાણે લાવીને હું,
નિર્મળતાના પાઠ ભણાવું છું.
હું નાસ્તિક બનતો નથી,
હું નાસ્તિકતા સહેતો પણ નથી,
નાસ્તિકોમાં શ્રધ્ધા જગાડીને "મુરલી",
ધર્મનો જય જયકાર કરાવું છું.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)
