STORYMIRROR

Patel Shubh

Inspirational Others

3  

Patel Shubh

Inspirational Others

બહેનની યાદ

બહેનની યાદ

1 min
1.1K

ભાઈની આંખોમાં આવ્યા છે આંસુ હજાર,

બહેનની યાદોમાં આવ્યા છે આંસુ હજાર,


જે બહેનના વગર ભાઈ જમે ના એક દિન,

તારી યાદોમાં ભાઈ રહી શકે ના એક દિન,


મારી બહેન મારી બહેન કરતા ગળુંના સૂકાય,

બહેન ને યાદ કરતા આજે આંસુ ના રોકાય,


કેવી હતી નાનપણની યાદો ને જીવનની વાતો,

તારા વગર બહેન આજે સમજાણી એ વાતો,


મારો અંતરનો વિશ્વાસ અને જીવનની આશ,

તારા વગર આજે મને સમજાય એ વિશ્વાસ,


પૂછે આજે આત્મા ને પૂછે છે આજે પરમાત્મા,

મારો ભાઈ મારો ભાઈ ક્યાંય ગયો એ અવાજ,


બહેન તું જ મારો સંસાર ને તું જ મારો આધાર,

તારા વગર આજે બહેન ભાઈ બન્યો છે અનાથ,


તારી વિદાય વખતે કહ્યુ હતું હું કયારેય નહિ રડું,

તારી વિદાયમાં આજે મારો જીવડો થરથર કંપે,


બહેન તારી કવિતા લખતાં રડે છે ભાઈનો પ્રેમ,

કાળજું આજે પૂછી રહ્યું કયારે મળશે બહેન,


ફળ્યા છે મારા જન્મોના પુણ્ય ફળ્યો આ જન્મ,

મળી છે મા ની મમતા મળ્યા છે બહેનના આર્શીવાદ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational