મને લાગી છે ભૂખ
મને લાગી છે ભૂખ
મને લાગી છે ભૂખ આજ ભણતરની
મને લાગી છે ભૂખ આજ માણસાઈની,
લઈને પાટી પેન આજે ભણવા બેસું
ભણીગણીને મોટો માણસ થાઉં,
મને લાગી છે....
જાઉં હું રોજ નિશાળે ગણિત ગણવા બેસું
સમજાય નહીં જ્યાં દાખલો માસ્તરને બતાવું,
મને લાગી છે...
મેદાનમાં જઈને કબડ્ડી ક્રિકેટ હું રમું
રમત થકી મારા સ્વાસ્થ્યને સુધારું,
મને લાગી છે...
