સ્મિત
સ્મિત
હોઠોં પર મીઠું સ્મિત
રહે હદય પ્રફુલ્લિત
મ્હાલે દિલ વસંતમાં
હોઠોં પર મધુર મુસ્કાન
લાવે જાણે લહેર ગલીપચીની
ભીંજવે મનને હળવી રમૂજમાં
હોઠોં પર મીઠું સ્મિત
બાંધે ડોર વિશ્વાસની
સ્થાપે શાંતિ આત્મામાં
હોઠોં પર મધુર મુસ્કાન
બનાવે સુંદર વદનને
વસે ચમકાર નયન માં
હોઠોં પર મીઠું સ્મિત
બનાવે વિનમ્ર વિચારોને
સીંચે ઊંચાઈ સંબંધમાં
હોઠોં પર મધુર મુસ્કાન
પ્રેરે સદ્કર્મ કરવા
ભરે સંતોષ હદયમાં.