અદ્ભુત
અદ્ભુત
1 min
360
સૃષ્ટિ બની અણમોલ પંચતત્વથી
ઈશ્વર અવતરે ધરા પર માની કૂખેથી
નૃત્ય સંગીત રંગોળી સ્થાપત્ય કળા
અદ્ભૂત સંસ્કૃતિ છે પ્રેરિત કુદરતથી
લાગણીનું આભામંડળ અવર્ણનીય સદાથી
ગદ્ય પદ્ય સાહિત્ય, ફક્ત ઝાંખી ભાષાની
જીતે ઈનામો રમતગમતમાં દિવ્યાંગ
હૈયું છલકાય અવર્ણનીય ગર્વ ખુશીથી
સતત બદલાતું બ્રહ્માંડ શોધ્યું ટેલિસ્કોપથી
અવિરત અખિલ અવર્ણનીય નિજસૃષ્ટિ આવી ક્યાંથી !
