મેઘરાજા
મેઘરાજા

1 min

24.5K
મેઘરાજા આવતાં લીલું જીવન કૈં ફોરતાં,
મોરલા કોયલ ને ચકલી મેના સહુ ગાઈ રહ્યા.
નાવ કાગળની તરાવી બાળકો રમતા હવે,
નિત ધવલ ઝરણા ઉછળતા થનગની દોડી રહ્યા.
વાયરા આલિંગતા આ પાંદડાં ઝૂમી રહ્યા,
મેહુલાના આગમનથી તરુવરો નાચી રહ્યા.
અંગ આખું ભીનું થાતાં સહુના મન મ્હોરી ઉઠ્યા,
પ્રિયતમના મ્હેકતા પત્રો હ્રદય સ્પર્શી રહ્યા.
મેહમાં ભીંજાઈ ને ભૂલ્યા કરચલી ભાલની,
પ્રેમનું ખુદ વિશ્ચ થઈ ને ભીંજવી સહુને રહ્યા.