માળો
માળો
કેસરી ગુલાબી નભ સંધ્યા ટાણે,
પક્ષીનો છેલ્લો સંવાદ દિન સાથે,
પ્રગટે દિશા સૂચ ખુશી ના નાદે,
છેલ્લી ઉડાન ભરે પૂર ઝડપે,
માળામાં વિરમવા જઈ પહોંચે.
રાહ જોતા બચ્ચા કીકીયારી કરે,
જોઇ માતાને કિલબિલ વધારે,
હૂંફે કલરવ મંદમંદ કરે,
ચાંચમાંથી દાણા પ્રેમે આપે ચાંચે,
માળામાં વિરમવા જઈ પહોંચે.
મિલન જનેતા શિશુનું અનેરું,
બાળુડાં માસુમ અધીરાં ગભરુ,
જોતાં માવતર હાંશ અનુભવે,
શબ્દોની આપ-લે કલ્પવી જ રહે,
માળામાં વિરમવા જઈ પહોંચે.
માળો જચ્ચાબચ્ચાનો હોય એ નાનો,
પ્રેમ અરસપરસ ત્યાં વધારે,
બાળ હાજર હોય જ્યાં સ્વાગતે,
માતપિતાનો ઝટ થાક ઉતરે,
માળામાં વિરમવા જઈ પહોંચે.
શહેરે દીવાનખાનાં ઘણાં મોટા,
પહોંચતા ઘરે ન થાક ઉતરે,
સહુ વ્યસ્ત પોતપોતાનામાં,
ના મળે સમય એકમેક કાજે,
શું ઘરે વિરમવા જઈ પહોંચે ?