હળવાશ ૪૫
હળવાશ ૪૫
1 min
11.9K
સુખનું બીજું ઉપનામ હળવાશ છે ;
દેખીતું સ્વર્ગનું ધામ હળવાશ છે.
રાસ મનમાં રચાશે બધાં નાચજો ;
બોલજો રાધિકા-શ્યામ હળવાશ છે.
નામમાં વાત ના જોડશો ધર્મની ;
ભાવથી જો ભજો રામ હળવાશ છે.
વાત સાદી સરળ લાગશે આ જરા ;
આપણા માન-અકરામ હળવાશ છે.
દોડતાં દોડતાં જિંદગી થાકશો ;
આખરે મોતનું દામ હળવાશ છે.