મારુ ચમન
મારુ ચમન
એના નિર્દોષ નયન જાણે સમ્મોહન લાગે છે.
એનું મોતી સમાન મુખ જાણે મનમોહન લાગે છે.
એની નિર્મળતા જાણે કોઈ સંત નું પવિત્ર સંબોધન લાગે છે.
ઈશ્વર નું જાણે કેટલું બારીક,
એ અવલોકન લાગે છે.
તને ઢીંગલી કહું, કે કહું મારી પરી,
તુ કોઈ ફુલ નહી મને
મારું આખુ ચમન લાગે છે.