મજા આવે !
મજા આવે !


તુ કોઈક તો એવી વાત કર કે,
મને મજા આવે,
આમ તો છે, સપનાં ઘણાં મારાં
બધા નહી,એક-બે તો સાર્થ કર,
કે મને મજા આવે,
રોટલો, ડુંગળી, ગોળ અને મરચું મને બહું ભાવે છે,
ઘીની મને લાલસા નથી, તેલ થોડું મળી આવે છે,
તું રોજ નહી ક્યારેક તો મારી વાનગીમાં સ્વાદ ભર,
કે મને મજા આવે,
હવે તો જીવી લવું છું જીંદગી મારું નસીબ માની
તુ પણ થોડો હવે નસીબમાં તો ફેરફાર કર,
કે મને મજા આવે,
હા, એને ભૂલવું મારા માટે અશક્ય છે,
પણ એને તો કેહ કે ક્યારેક મને યાદ કરે,
તો મને મજા આવે,
બહું સાંભળ્યું લોકોનું ઘણું કર્યું અનેકોનું,
હવે તો તારા મન સાથે સંવાદ કર,
તો મને મજા આવે,
તુ કોઈક તો એવી વાત કર કે,
મને મજા આવે,
આમ તો છે,સપનાં ઘણાં મારાં
બધા નહી,એક-બે તો સાર્થ કર,
કે મને મજા આવે.