ઈચ્છા
ઈચ્છા
1 min
215
વાક્ય કોઈ એક મારું વ્યાખ્યાન બની જાય,
તો મને બહુ સારું લાગે.
મેહફિલમાં હોય શોરબકોર ને મારા આવવાથી બધુય મૌન બની જાય,તો મને બહુ સારુ લાગે.
ભલે ને ઊભો હોઉં, હું હરોળમાં પાછળ, મુજ ને,
નિહાળી આગળવાળા જ જો પાછળ આવી જાય.
તો મને બહુ સારું લાગે.
હજુ હું શરૂઆત કરુ શેર ની, ને સામેથી "વાહ-વાહ" નીકળી જાય.
તો મને બહુ સારું લાગે.
ભલે ને રડતો હું મારી કવિતાઓમાં, પણ કોઈ મારા દર્દ ને દાદ આપી જાય.
તો મને બહુ સારું લાગે.
આમ તો છે અહીં બધાં પારકા જ પણ, કોઈ આ મારી કૃતિ સાંભળી મારું બની જાય.
તો મને બહુ સારુ લાગે.
વાક્ય કોઈ એક મારું વ્યાખ્યાન બની જાય,
તો મને બહુ સારું લાગે.